Corona virus: સેટેલાઈટ તસવીરોથી થયો મોટો ઘટસ્ફોટ, ચીનનું જૂઠ્ઠાણું દુનિયાને ભારે પડશે!

ચીનની સાથે સમગ્ર દુનિયા માટે કોરોના વાઈરસ મોટુ જોખમ બની રહ્યો છે. પરંતુ ચીન હજુ પણ આ ભયંકર રોગચાળાને છૂપાવવાની કોશિશ કરી રહ્યું છે. ચીનના વુહાન અને ચોંગક્વિંગ શહેરોની કેટલીક સેટેલાઈટ ઈમેજ સામે આવતા હાહાકાર મચ્યો છે.

Corona virus: સેટેલાઈટ તસવીરોથી થયો મોટો ઘટસ્ફોટ, ચીનનું જૂઠ્ઠાણું દુનિયાને ભારે પડશે!

નવી દિલ્હી: ચીનની સાથે સમગ્ર દુનિયા માટે કોરોના વાઈરસ મોટુ જોખમ બની રહ્યો છે. પરંતુ ચીન હજુ પણ આ ભયંકર રોગચાળાને છૂપાવવાની કોશિશ કરી રહ્યું છે. ચીનના વુહાન અને ચોંગક્વિંગ શહેરોની કેટલીક સેટેલાઈટ ઈમેજ સામે આવતા હાહાકાર મચ્યો છે. કારણ કે આ બંને વિસ્તારોની ઉપર મોટા પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઈડ ગેસ જોવા મળી રહ્યો છે. વુહાનના વાયુમંડળમાં સલ્ફર ડાયોક્સાઈડનું સ્તર 1700 યુજી/ઘન મીટર છે. જે સામાન્ય કરતા 21 ગણું છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આટલા ભારે પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઈડ ગેસ ત્યારે જ નીકળે જ્યારે લાશો બાળવામાં આવે. 

14 હજારથી જેટલી લાશો બાળવાનો શક
આ બંને શહેરોની ઉપર ફેલાયેલા સલ્ફર ડાયોક્સાઈડનું પ્રમાણ જોઈને ઈન્ટેલવેબ નામની સંસ્થાએ અનુમાન વ્યક્ત કર્યું છે કે આ વિસ્તારોમાં ઓછામાં ઓછા 14000 જેટલા મૃતદેહો બાળવામાં આવ્યાં છે. ચીનના સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થઈ રહ્યું છે કે વુહાનના બહારના વિસ્તારોમાં લોકોના મૃતદેહો બાળવામાં આવી રહ્યાં છે. સલ્ફર ડાયોક્સાઈડ વુહાન અને ચોંગક્વિંગ શહેરોની ઉપર ફેલાયેલો છે. આ બંને શહેરો કોરોના વાઈરસની લપેટમાં આવેલા છે. તેમનું અંતર 900 કિમી છે. 

ચીનના કહેવા મુજબ માત્ર 1113 લોકોના મોત
સેટેલાઈટ ઈમેજોને જોઈને એવું લાગે છે કે ચીનની સરકાર મૃતકોની સંખ્યા છૂપાવવા માટે મોટી સંખ્યામાં લાશો બાળી રહી છે. કારણ કે ચીને હજુ સુધી 1113 લોકોના મોત થયા હોવાની વાત જ સ્વીકારી છે. 

બ્રિટિશ ટેબ્લોઈડ ડેઈલી મેઈલ, ડેઈલી સ્ટાર જેવા વિદેશી અખબારોમાં આ અંગે  રિપોર્ટ છપાઈ ચૂક્યા છે. અમેરિકાના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યાં મુજબ મૃતદેહો બાળવામાં આવે ત્યારે સલ્ફર ગેસ ઉપરાંત પારો, ડાઈઓક્સિન, હાઈડ્રોક્લોરિક એસિડ જેવા કેમિકલ નીકળે છે. જે ચીનના કોરોના વાઈરસ પ્રભાવિત વિસ્તારોમાં જોવા મળી રહ્યાં છે. 

તાઈવાનના અખબારે 24000 જેટલા લોકોના મોતની આશંકા વ્યક્ત કરી હતી
તાઈવાનના એક ન્યૂઝ પેપર તાઈવાન ન્યૂઝમાં ચાર દિવસ પહેલા રિપોર્ટ છપાયો હતો કે ચીનમાં કોરોના વાઈરસથી દોઢ લાખ લોકો પ્રભાવિત થઈ ચૂક્યા છે અને 24000થી વધુ મોત થયા છે. આ અખબારે આ રિપોર્ટ ચીનની બીજી સૌથી મોટી કંપની ટેનસેન્ટના હવાલે છાપ્યો હતો. ટેનસેન્ટે પહેલા તો ડેટા રિલીઝ કરી દીધો પરંતુ ત્યારબાદ હટાવી લીધો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો તાઈવાનના એક ન્યૂઝ પેપર તાઈવાન ન્યૂઝમાં અહેવાલ છપાઈ ગયો હતો. ત્યારબાદ દુનિયાએ ચીનમાં કોરોના વાઈરસની ગંભીરતાને સમજી હતીં. 

જુઓ LIVE TV

ચીનના લોકો મોટા સંકટમાં
બ્લુમ્બર્ગના રિપોર્ટ મુજબ આગામી કેટલાક અઠવાડિયામાં ચીનના વુહાન શહેરમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા 5 લાખ સુધી થઈ શકે છે. વુહાનમાં 23 જાન્યુઆરીથી જ એક કરોડ 10 લાખ લોકોને ઘરોમાં બંધ કરી દેવાયા છે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિને કોરોના વાઈરસના સંક્રમણની રીતનો અભ્યાસ કરીને જણાવ્યું છે કે જે ઝડપથી વુહાનમાં કોરોના વાઈરસ ફેલાઈ રહ્યો છે તે ફેબ્રુઆરીના અંત સુધીમાં વુહાનની 5 ટકા વસ્તી એટલે કે લગભગ 5 લાખ લોકોને પોતાના ભરડામાં લઈ લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news